તા.૧૮/૧/૨૫ ના રોજ દિવસે સૂર્ય નારાયણ દેવની સાક્ષીમાં ગાંધીઘર, કછોલી ખાતે ,મૂક બધિર બાળકો માટે ભોજન શાળાનું ભૂમિપૂજન દાતાશ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સદ્કાર્ય માટે મૂળ ગામ પનાર હાલ યુ.એસ.એ. ના દોલતભાઈ મહેતા તરફથી માતબાર દાન પ્રાપ્ત થયું છે. ગાંધીઘર કછોલી સંસ્થાવતી ટ્રસ્ટીમંડળ આભાર વ્યક્ત કરે છે.